ભારતમાં ટ્રેનના અકસ્માતો વારંવાર સામે આવે છે. ક્યારેક બે ટ્રેન સામસામે અથડાઈ છે તો ક્યારેક ટ્રેનના ડબ્બા પાટા પરથી નીચે ઉતરી જાય છે. હવે ફરીવાર આવા દુર્ઘટના સામે આવી છે. રાજસ્થાનના અજમેરમાં સોમવારે વહેલી સવારે સાબરમતી-આગ્રા સુપરફાસ્ટના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને હાહાકાર મચી ગયો હતો.
વિગતો મળી રહી છે કે આ અકસ્માતમાં અનેક મુસાફરોને ઈજાઓ પહોંચી છે. આ અકસ્માત અજમેરના મદાર રેલવે સ્ટેશન પર બપોરે 1.04 વાગ્યે થયો હતો, જ્યારે સાબરમતી-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર લોકો પાયલટે ટ્રેનને રોકવા માટે ઈમરજન્સી બ્રેક પણ લગાવી હતી, પરંતુ તે ટ્રેનને રોકી શક્યો નહોતો અને આ કાંડ થઈ ગયો હતો.
અધિકારીઓએ આ અકસ્માત વિશે વાત કરતાં વાત કરી કે માલસામાન ટ્રેન સાથે અથડાવાને કારણે એન્જિન સહિત જનરલ કોચના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈના મોતના સમાચાર નથી. કેટલાક મુસાફરોએ કહ્યું છે કે તેમને ઈજાઓ થઈ છે. ઘાયલોને સારવાર માટે અજમેર સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. મુસાફરોએ જણાવ્યું કે તેઓ સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમને જોરદાર અવાજ સંભળાયો. આ પછી ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF), ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ (GRP) અને એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર (ADRM) અને વરિષ્ઠ અધિકારીઓ સહિત બચાવ ટીમો ઘટનાસ્થળે છે. પાટા પરથી ઉતરેલા કોચ અને એન્જિનને પાટા પર લાવવાના પ્રયાસો ચાલુ છે. ઘટના બાદનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પાટા પરથી ઉતરેલા ડબ્બાની તપાસ કરવામાં આવી રહી છે. અથડામણને કારણે રેલવેના કેટલાક થાંભલા પણ ટ્રેનની ઉપર પડી ગયા છે, જેને ગેસ કટરની મદદથી કાપવામાં આવી રહ્યા છે.
તો આ તરફ ઉત્તર પશ્ચિમ રેલવેએ કહ્યું છે કે મુસાફરોની મદદ માટે હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. તેના તરફથી કહેવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઉત્તર પશ્ચિમ રેલવેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કર્યું કે ચાર જનરલ કોચ પાટા પરથી ઉતરી ગયા છે.
રેલવેએ વધુમાં કહ્યું કે, ‘આમાં કોઈ જાનહાનિ થઈ નથી. તાત્કાલિક પગલાં લેતા રેલ્વે અધિકારીઓ દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે અને અકસ્માત રાહત ટ્રેન માદર પહોંચી ગઈ છે અને ટ્રેક પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. આ વાહનનો પાછળનો ભાગ અજમેર લઈ જવામાં આવી રહ્યો છે. અજમેર સ્ટેશન પર રેલવે દ્વારા હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી છે અને હેલ્પલાઈન નંબર 0145-2429642 જારી કરવામાં આવ્યો છે.
Leave a Reply