સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની માતા ચરણ કૌરે તાજેતરમાં જ 58 વર્ષની વયે પુત્રને જન્મ આપ્યો છે. આ સમાચાર ઘણા લોકો માટે આશ્ચર્યજનક હતા. મૂસેવાલાની માતા IVF ટેકનીક દ્વારા ગર્ભવતી બની હતી. જો કે, હવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે IVF ટેકનિક દ્વારા જન્મેલા બાળકો અંગેના કાયદા અંગે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
એક અહેવાલ મુજબ આરોગ્ય મંત્રાલયે પંજાબ સરકારને મોકલેલા પત્રમાં જણાવ્યું હતું કે, ‘આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (રેગ્યુલેશન) એક્ટ-2021ની કલમ 21 (જી) હેઠળ, એઆરટી સેવાઓ હેઠળ જતી મહિલા માટે નિર્ધારિત વય મર્યાદા 21-50 વર્ષ વચ્ચે છે. તેથી તમને આ બાબતની તપાસ કરવા અને ART (રેગ્યુલેશન) અધિનિયમ, 2021 મુજબ વિભાગને આ બાબતમાં લેવાયેલ પગલાંનો અહેવાલ સબમિટ કરવા વિનંતી કરવામાં આવે છે.
નોંધનીય છે કે સિદ્ધુ મૂસેવાલાનું સાચું નામ શુભદીપ સિંહ સિદ્ધુ હતું. તેની હત્યાના લગભગ બે વર્ષ બાદ તેની માતા ચરણ કૌરે 18 માર્ચે એક બાળકને જન્મ આપ્યો હતો. રવિવારે મૂસેવાલાના પિતા બલકૌર સિંહ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં ડોક્ટર્સ બાળકનું દુનિયામાં સ્વાગત કરતા જોવા મળે છે. તે ડોક્ટરોની ટીમ સાથે કેક કાપતા પણ જોવા મળ્યા હતા.
ઇન્સ્ટાગ્રામ પર નવજાત બાળકનો ફોટો શેર કરતા તેણે લખ્યું, ‘શુભદીપ (સિધુ મૂસેવાલા)ના લાખો ફોલોઅર્સ અને ચાહકોની શુભેચ્છાઓ માટે આભાર, ભગવાને શુભના નાના ભાઈને અમારા ખોળામાં મોકલ્યો છે. ભગવાનના આશીર્વાદથી મારી પત્નીની તબિયત સારી છે અને અમે બંને અમારા શુભેચ્છકોના આભારી છીએ.
તમને જણાવી દઈએ કે પંજાબના માનસા જિલ્લામાં 29 મે 2022ના રોજ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિંગર-રેપર મૂસેવાલાએ કોંગ્રેસની ટિકિટ પર માનસાથી 2022ની પંજાબ વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી.
Leave a Reply