નારાયણ મૂર્તિએ તેમના 4 મહિનાના પૌત્રને 240 કરોડ રૂપિયાના શેર ભેટમાં આપ્યા

Home » News » નારાયણ મૂર્તિએ તેમના 4 મહિનાના પૌત્રને 240 કરોડ રૂપિયાના શેર ભેટમાં આપ્યા
નારાયણ મૂર્તિએ તેમના 4 મહિનાના પૌત્રને 240 કરોડ રૂપિયાના શેર ભેટમાં આપ્યા

ઇન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ તેમના 4 મહિનાના પૌત્ર એકાગ્રહ રોહન મૂર્તિને આશરે રૂ. 340 કરોડના શેર ભેટમાં આપ્યા છે. આ રીતે, મૂર્તિનો પૌત્ર કદાચ દેશનો સૌથી યુવા કરોડપતિ બની ગયો છે.
હવે એકાગ્રહ પાસે ભારતની બીજી સૌથી મોટી IT કંપનીના 15 લાખ (0.04 ટકા) શેર છે. બીજી તરફ, નારાયણ મૂર્તિ પાસે હવે કંપનીના 0.36 ટકા શેર બાકી છે.

એકાગ્રહનો જન્મ નવેમ્બરમાં થયો હતોનારાયણ મૂર્તિ ગયા વર્ષે નવેમ્બરમાં દાદા બન્યા હતા, જ્યારે તેમના પુત્ર રોહન મૂર્તિની પત્ની અપર્ણા કૃષ્ણને એક પુત્રને જન્મ આપ્યો હતો.તમને જણાવી દઈએ કે નારાયણ મૂર્તિએ અન્ય પ્રોફેશનલ્સ સાથે મળીને 1981માં ઈન્ફોસિસની સ્થાપના કરી હતી. મૂર્તિએ 1981-2002 સુધી ઈન્ફોસિસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને 2002-2011 સુધી ચેરમેન તરીકે સેવા આપી હતી.આજે કંપનીની 12 દેશોમાં 30 શાખાઓ છે અને તે 3 લાખથી વધુ કર્મચારીઓને રોજગારી આપે છે.

મૂર્તિને વિપ્રોમાં નોકરી ન મળી
થોડા સમય પહેલા નારાયણ મૂર્તિએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે એક વખત તેમણે વિપ્રોમાં નોકરી માટે અરજી કરી હતી, પરંતુ તેમને અહીં નોકરી મળી ન હતી. આ પછી તેણે પત્ની સુધા મૂર્તિ અને મિત્રો સાથે મળીને ઈન્ફોસિસની સ્થાપના કરી.
તાજેતરમાં, મૂર્તિ કામના કલાકો અંગેના તેમના નિવેદનને કારણે ચર્ચામાં હતા.બીજી તરફ, સુધા મૂર્તિને રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.