હાલમાં એક વ્યક્તિ સાથે એવું બન્યું કે માનવામાં ન આવે. હવે એવું કહેવાય છે કે જો તમને પણ માથાનો દુખાવો થતો હોય અને તમે હળવાશમાં લેવાની ભૂલ કરતા હોય તો હવે ન કરતાં, તરત જ ડોક્ટર પાસે જતા આવજો. અમેરિકામાં એક 52 વર્ષીય વ્યક્તિ 4 મહિનાથી ગંભીર માથાનો દુખાવાથી પીડાતો હતો. તેને લાગ્યું કે આ નાની વાત છે પરંતુ જ્યારે તે ડોક્ટર પાસે ગયો તો તપાસમાં ખબર પડી કે તેના મગજમાં એક જીવતો કીડો છે જે મગજના એક ખૂણામાં ઈંડા પણ મૂકે છે. સીટી સ્કેનથી જાણવા મળ્યું કે તેના મગજમાં ઘણી કોથળીઓ બની હતી, જેના કારણે તેને ગંભીર માઈગ્રેનથી પીડાતો હતો.
સીટી સ્કેનથી જાણવા મળ્યું કે આ પરોપજીવી એટલે કે કીડો તેના મગજમાં લગભગ ચાર મહિનાથી હતો અને ઇંડા મૂકતો હતો. આ એક પરોપજીવી કીડો છે જે મનુષ્ય અને પ્રાણીઓને ચેપ લગાડે છે. કીડો સામાન્ય રીતે આંતરડામાં જોવા મળે છે, પરંતુ કેટલાક સંજોગોમાં તે મગજ સુધી પણ પહોંચી જાય છે.
મગજમાં કીડા કેવી રીતે આવે છે?
હેલ્થ એક્સપર્ટ સમીર ભાટી કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ અધુરું રાંધેલું માંસ ખાય છે ત્યારે આ માંસની મદદથી આ કીડા પેટમાં પ્રવેશ કરે છે. અન્ડરકુક્ડ બેકનમાં ઘણા બેક્ટેરિયા હોય છે, જે આંતરડામાં જાય છે અને મગજ સુધી પહોંચે છે. એટલું જ નહીં, તેઓ ઝડપથી તેમની સંખ્યામાં વધારો કરે છે અને મગજમાં ઇંડા મૂકે છે. જેના કારણે મગજમાં સિસ્ટ્સ બનવા લાગે છે જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
તમારી આસપાસ સ્વચ્છતાનું ધ્યાન રાખો. ખુલ્લો કે સંગ્રહિત ખોરાક ખાવાનું ટાળો. ઓછું રાંધેલું માંસ અથવા કાચા પાંદડાવાળા શાકભાજી ખાવાનું ટાળો. શાકભાજીનું સેવન કરતા પહેલા તેને સ્વચ્છ પાણીમાં સારી રીતે ધોઈ લો. જો સતત કેટલાંક દિવસો સુધી માથાનો દુખાવો સારો થતો નથી, તો તેને હળવાશથી ન લો અને ડોક્ટર પાસે જઈ આવો. જો વહેલી તકે રોગ ઓળખાય જાય તો રોગને નિયંત્રણમાં પણ લાવી શકાય છે.
Leave a Reply