ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર આવ્યા છે. વડોદરાના ઉમેદવારની જાહેરાત બાદ ભાજપમાં જ રંજનબેન ભટ્ટ સામે ભારે આંતરિક વિખવાદ ઉભો થયો હતો. જેથી રંજનબેન સામે પોસ્ટર વોર પણ શરૂ થયું હતું. હવે રંજન બેનના એક ટ્વિટથી વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રંજન બેને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. વડોદરાથી લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે ટ્વિટ કર્યું હતું કે, “હું, રંજનબેન ધનંજય ભટ્ટ, મારા અંગત કારણોસર 2024ની લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર નથી.
રંજન ભટ્ટે પોતાની ઉમેદવારી જાહેર કર્યાના દસ દિવસમાં જ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. છેલ્લા દસ દિવસમાં રંજન ભટ્ટ સામે અનેક વિરોધ પ્રદર્શનો થયા હતા. રંજન ભટ્ટ સામે પોસ્ટર યુદ્ધ શરૂ થયું. ત્યારે હવે રંજન ભટ્ટે પોતે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. તેણે સોશિયલ મીડિયા પર વહેલી સવારે આની જાહેરાત કરી છે. આ સમાચાર બાદ મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમના ઘરે પહોંચ્યા હતા. બીજી તરફ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા જ્યોતિ પંડ્યાએ રંજન ભટ્ટની ઉમેદવારી પાછી ખેંચવા પર નિવેદન આપ્યું હતું કે આ વડોદરાની જનતાની જીત છે.
Leave a Reply