બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયે 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. ત્યારે એશ્વર્ષાની ડિમાન્ડ એટલી હતી કે લોકો ઝાડ પર ચઢી ચઢીને આ લગ્ન જોવા માટે આવ્યા હતા. લગ્ન પહેલા ઐશ્વર્યા રાયનું નામ સલમાન ખાન અને વિવેક ઓબેરોય સાથે જોડાયું હતું. બીજી તરફ અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરની સગાઈ પણ તૂટી ગઈ હતી. જોકે અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન પણ લોકો માટે યાદગાર સાબિત થયા હતા.
ઐશ્વર્યા રાય પર તેના લગ્નના દિવસે જ પતિની ચોરીનો આરોપ લાગ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે દિવસે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન થઈ રહ્યા હતા તે દિવસે જ્હાન્વી કપૂર નામની એક્ટ્રેસ અને મોડલે અમિતાભ બચ્ચનના ઘરની બહાર હંગામો મચાવ્યો હતો. વાસ્તવમાં તે અભિનેત્રી અભિષેક બચ્ચનને તેના પતિ તરીકે બોલાવતી હતી. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન 20 એપ્રિલ 2007ના રોજ થયા હતા. લગ્નના દિવસે અભિનેત્રી અને મોડલ જ્હાન્વી કપૂરે દાવો કર્યો હતો કે અભિષેક બચ્ચન તેનો પતિ છે અને ઐશ્વર્યા રાય તેની સાથે બળજબરીથી લગ્ન કરી રહી છે. તે મોડલે ઐશ્વર્યા રાય પર અન્ય ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા.
મળતી માહિતી મુજબ જ્હાન્વી કપૂરે અભિષેક બચ્ચન સાથે ફિલ્મ ‘દસ’માં કામ કર્યું હતું. જો કે, તે સમયે ઘણા લોકોએ દાવો કર્યો હતો કે તે પબ્લિસિટી સ્ટંટ હતો. જ્યારે અભિષેક બચ્ચને અભિનેત્રીના આરોપોને નકારી કાઢ્યા તો સ્થિતિ વધુ ગંભીર બની ગઈ. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નના દિવસે અમિતાભ બચ્ચનના ઘરની બહાર ઘણો હંગામો થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્હાન્વી કપૂરે મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં અભિષેક બચ્ચન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પુરાવાના અભાવે કેસ નોંધી શકાયો ન હતો.
એવું કહેવાય છે કે જ્હાન્વી કપૂરે અમિતાભ બચ્ચનના ઘરની બહાર પોતાના કાંડા પર નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, જે બાદ પોલીસે મોડલ વિરુદ્ધ આઈપીસીની કલમ 309 હેઠળ આત્મહત્યાનો પ્રયાસ કરવાનો કેસ નોંધ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્હાન્વી કપૂરને પોલીસે કસ્ટડીમાં લીધી છે. જોકે, 10,000 રૂપિયાનો દંડ ભરીને તેને છોડી મૂકવામાં આવી હતી. આ ઘટના પછી, તે અચાનક ક્યાંક ગાયબ થઈ ગઈ અને ફરી ક્યારેય અભિષેક બચ્ચનની આસપાસ જોવા ન મળી.
Leave a Reply