હાલમાં સમય એવો છે કે માણસને ક્યા પ્રકારનો રોગ થઈ શકે એનું નક્કી જ નથી રહેતું. દરરોજ કોઈને કોઈ નવા રોગ માર્કેટમાં સાંભળવા મળી રહ્યાં છે. કોરોના મહામારી બાદ અનેક પ્રકારની બીમારીઓ લોકો માટે ખતરો બની ગઈ છે. જો કે કોરોના પહેલા પણ અનેક પ્રકારની બીમારીઓ હતી, પરંતુ કોરોના પછી અનેક પ્રકારની નવી બીમારીઓ ખતરો બની રહી છે અને લોકોને ડરાવી રહી છે.
હવે બ્રિટનમાં પાંચ મહિનાની એક બાળકી એક દુર્લભ બીમારીનો શિકાર બની છે જે તેના શરીર માટે ખરેખર ઘાતક બની ગઈ છે. આ બીમારીનો શિકાર થયા બાદ યુવતીનું શરીર ધીમે ધીમે પથ્થરમાં ફેરવાઈ રહ્યું છે. બાળકીની બીમારીએ તેના માતા-પિતાને ગંભીર ચિંતામાં મૂકી દીધા છે.
બન્યું એવું કે બ્રિટનમાં રહેતી 5 મહિનાની બાળકી લેક્સી રોબિન્સ ફાઈબ્રોડીસ્પ્લેસિયા ઓસિફિકન્સ પ્રોગ્રેસિવા નામની ગંભીર બીમારીથી પીડિત છે. તે એક જીવલેણ રોગ છે અને 20 લાખમાંથી 1 લોકોને થાય છે. આ રોગથી પીડિત વ્યક્તિનું શરીર ધીમે ધીમે પથ્થરમાં ફેરવાઈ જાય છે.
ઉપરાંત એવી પણ વાત છે કે આ રોગનો ભોગ બન્યા પછી, વ્યક્તિ લગભગ 20 વર્ષ સુધી જ જીવી શકે છે. 5 મહિનાની બાળકી આ બીમારીનો શિકાર બની છે. બાળકીના માતા-પિતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. ખરેખર લેક્સીનો જન્મ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં થયો હતો. જન્મ સમયે બાળકી બિલકુલ સામાન્ય બાળકો જેવી હતી. બાદમાં તેમની ગંભીર બીમારી અંગે માહિતી મળી હતી. થોડા સમય પછી યુવતીનો અંગૂઠો કામ કરતો ન હતો.
જ્યારે બાળકીને ડોક્ટરોને બતાવવામાં આવી ત્યારે આ બીમારી વિશે માહિતી મળી હતી. બાળકીના પગના એક્સ-રેમાં જાણવા મળ્યું કે તેના મોટા અંગૂઠામાં સોજો હતો અને અંગૂઠા પણ એકબીજા સાથે જોડાયેલા હતા. હકીકતમાં આ રોગથી પ્રભાવિત થયા પછી માનવ શરીરના સ્નાયુઓ અને જોડાયેલી પેશીઓ હાડકામાં પરિવર્તિત થઈ જાય છે અને પછી ધીમે ધીમે હાડકા શરીરમાંથી બહાર આવવા લાગે છે. બાળકીને તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે.
Leave a Reply