આજના સમયમાં લોકોના શોખ એટલા વધી ગયા છે કે આવક કરતાં જાવક વધારે થઈ ગઈ છે. ત્યારે લોકોને એકેય છેડો ભેગો ન થાય અને પછી લોન લેવામાં અથવા તો દેવું કરવાના રસ્તા ચડી જાય છે. કોઈપણ વ્યક્તિ મજબૂરીમાં લોન લે છે અને ઈચ્છે છે કે તેના ઘરે કોઈ ગુસ્સે થઈને આવે એ પહેલા લોન ભરાઈ જાય.
અહીં અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ કે જેને અનુસરો તો દેવું દૂર થઈ જશે અને સંપત્તિમાં પણ અપાર વધારો થશે.
આ ઉપાયો અજમાવો
- રાંધ્યા પછી ખાલી વાસણો સ્ટવ પર ન હોવા જોઈએ.
- જો તમે બહારથી આવો તો થોડીવાર રાહ જુઓ પરંતુ પગે લાત મારીને ઘરનો દરવાજો ક્યારેય ન ખોલો.
- ઘરના મુખ્ય દ્વાર પર બેસીને ક્યારેય ખોરાક ન ખાવો, દેવી લક્ષ્મી ઉંબરામાંથી જ પ્રવેશ કરે છે. તે જગ્યાનું ખૂબ મહત્વ છે.
- સવાર-સાંજ ભોજન બનાવ્યા બાદ ગાય માટે પ્રથમ રોટલી બનાવો અને સમય કાઢીને આદરપૂર્વક ખવડાવો
- દરરોજ સવારે ઘરના વડીલોને નમસ્કાર કરો, તેમના આશીર્વાદ લો અને સવાર-સાંજ ભગવાનની પૂજા કરો અને આરતી કરો, તેનાથી ધનની વૃદ્ધિ થાય છે.
- ઘરની સફાઈ માટે રાખેલી સાવરણી એવી જગ્યાએ રાખો કે જે બહારથી આવતા લોકોને દેખાતી ન હોય અને ભૂલથી પણ તમારા પગને અડવા ન દો કારણ કે સાવરણીને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે.
- રાત્રે રસોઈ બનાવ્યા પછી રસોડામાં ક્યારેય ગંદા વાસણો ન રાખો. ગંદા વાસણો અને ગેસ સ્ટવની સફાઈની સાથે રસોડાની સફાઈ કર્યા પછી જ સૂઈ જાઓ.
Leave a Reply