દેશમાં ચૂંટણી કરાવામાં આવે છે ભૂક્કા કાઢી નાખે એવો ખર્ચ, 2019માં 3,870 કરોડ ખર્ચાયા, જાણો સૌથી વધારે ખર્ચ ક્યારે આવ્યો હતો??

Home » News » દેશમાં ચૂંટણી કરાવામાં આવે છે ભૂક્કા કાઢી નાખે એવો ખર્ચ, 2019માં 3,870 કરોડ ખર્ચાયા, જાણો સૌથી વધારે ખર્ચ ક્યારે આવ્યો હતો??
દેશમાં ચૂંટણી કરાવામાં આવે છે ભૂક્કા કાઢી નાખે એવો ખર્ચ, 2019માં 3,870 કરોડ ખર્ચાયા, જાણો સૌથી વધારે ખર્ચ ક્યારે આવ્યો હતો??

ચૂંટણી પંચ (EC) દ્વારા લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ગયું છે. રાજકીય પક્ષો અત્યારથી જ ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. છેલ્લી લોકસભાની ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ વધુ ખર્ચ થવાની ધારણા કાઢવામાં આવી છે. 2024માં યોજાનારી ચૂંટણી પહેલા 2019 અને તે પહેલાની ચૂંટણીઓ પણ ખર્ચની દ્રષ્ટિએ ઓછી નહોતી.

2014ની લોકસભા ચૂંટણી અત્યાર સુધી સરકારી ખર્ચના મામલામાં સૌથી ટોચ પર રહી છે. આ ચૂંટણીમાં 3,870 કરોડ રૂપિયાનો સરકારી ખર્ચ થયો હતો. ચૂંટણી ખર્ચમાં મતદાર જાગૃતિ અભિયાન, મતદાર કાપલી વિતરણ અને મતદાર વેરિફાઈડ પેપરનો ખર્ચ સામેલ છે. એ વર્ષે 83 કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું. ચૂંટણી પંચે મતદાનમાં વધારો કરવા માટે લેવામાં આવેલા પગલાંની સાથે મોંઘવારી વધવાનું કારણ ચૂંટણી ખર્ચમાં વધારાને ગણાવ્યું હતું.

લગભગ 15 વર્ષ પહેલા 2009માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકારી તિજોરીમાંથી 1114 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ચૂંટણીમાં લગભગ 72 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. વર્ષ 2004માં ખર્ચનો આંકડો 1016 કરોડ રૂપિયા હતો. એ વર્ષે 67 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું.

1999માં આ ખર્ચનો આંકડો 947 કરોડ રૂપિયા હતો અને એ વખતે 62 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. આના એક વર્ષ પહેલા પણ દેશમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરકારી તિજોરી પર 666 કરોડ રૂપિયાનો બોજ પડ્યો હતો. 1998ની ચૂંટણીમાં 61 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું.

અગાઉ 1995ની ચૂંટણીમાં 597 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. એ જ રીતે, 1991-92માં ખર્ચનો આ આંકડો 359 કરોડ રૂપિયા હતો. જ્યારે 1989માં તે માત્ર 154 કરોડ રૂપિયા હતી. 1984માં આ ખર્ચ માત્ર 81 કરોડ રૂપિયા હતો.

1980નો ચૂંટણી ખર્ચ – રૂ. 55 કરોડ, 1977નો ચૂંટણી ખર્ચ- રૂ. 23 કરોડ, 1971નો ખર્ચ રૂ. 11.6 કરોડ, 1967નો ખર્ચ- રૂ. 11 કરોડ, 1962નો ખર્ચ રૂ. 7.3 કરોડ, 1957નો ખર્ચ રૂ. 5.9 કરોડ રૂપિયા હતો.

Leave a Reply

Your email address will not be published.