India News: અયોધ્યામાં બનેલું રામ મંદિર હવે રોજ ચર્ચામાં રહે છે. દેશ વિદેશમાંથી રામ ભક્તો આવે છે અને લાખો કરોડોનું દાન પણ કરી રહ્યા છે. ત્યારે હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે કે અયોધ્યામાં રામલલાના દરબારમાં રામનવમી પર એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ દિવસે અહીં રામલલાનો ‘સૂર્ય અભિષેક’ કરવામાં આવશે. રામલલાના સૂર્ય અભિષેકની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ કાર્યક્રમને પૂર્ણ કરવા માટે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI) રૂરકીના નિષ્ણાતો નિયમિતપણે અયોધ્યાની મુલાકાત લઈ રહ્યા છે અને તૈયારી કરી રહ્યાં છે.
બીજી એક વાત પણ જાણવી જરૂરી છે કે CBRI વૈજ્ઞાનિકો કહે છે કે આ પ્રોજેક્ટ આ રામ નવમી પર અમલમાં આવશે કે નહીં એવું હજુ પાક્કું કહી શકાય એવી પરિસ્થિતિ નથી. એક અહેવાલ મુજબ 9 એપ્રિલથી શરૂ થયેલ નવ દિવસીય હિન્દુ તહેવાર ચૈત્રી નવરાત્રી 17 એપ્રિલે રામ નવમીની ઉજવણી સાથે સમાપ્ત થશે. આ દિવસે રામલલાનો જન્મદિવસ છે.
આ શુભ દિવસે બપોરે 12 વાગ્યાની આસપાસ, સૂર્યના કિરણો સીધા મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન રામલલા પર પડશે. 9 માર્ચે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સમિતિની બેઠકમાં CBRI રૂરકીના ડાયરેક્ટર પ્રોફેસર પ્રદીપ કુમાર રમંચલા અને પ્રોફેસર દેવદત્ત ઘોષ હાજર હતા. તેમણે ટ્રસ્ટના પ્રમુખ નૃપેન્દ્ર મિશ્રાને આ રામ નવમી પર રામ લાલાના ‘સૂર્ય અભિષેક’ની તૈયારીઓ વિશે માહિતી આપી હતી.
ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાના જણાવ્યા અનુસાર આ માટે ચાર ઉચ્ચ ગુણવત્તાના અરીસા અને ચાર લેન્સનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર બે અરીસા લગાવવામાં આવ્યા છે, જ્યારે બાકીના બે મંદિરના બીજા માળે (ટોચના માળે) લગાવવામાં આવશે.
શ્રી રામ જન્મભૂમિ તીરથ ક્ષેત્ર ટ્રસ્ટના એક સભ્યએ કહ્યું, ‘CBRIનો કોઈ વૈજ્ઞાનિક વચન આપવા તૈયાર નથી કે આ પ્રોજેક્ટ આ રામ નવમી પર લાગુ કરવામાં આવશે.’ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, CBRI વૈજ્ઞાનિકો આ મહિનાના અંતમાં પ્રસ્તાવિત રામ મંદિર પર કામ કરશે. મંદિર નિર્માણ સમિતિની બેઠકમાં ફરીથી ભાગ લેશે અને તેના અધ્યક્ષને પ્રોજેક્ટની તૈયારીઓ વિશે માહિતગાર કરશે અને પછી જ આગળનું કામ ચાલશે.
Leave a Reply