ગ્રહ અને કુંડળીમાં ઘણા લોકો માને છે અને ઘણા લોકો નથી પણ માનતા. કહેવાય છે કે કુંડળીમાં જો ગ્રહ શુભ હોય તો તેની મહાદશા સારું ફળ આપે છે નહીંતર પથારી પણ ફરતી જોવા મળે. કહેવાય છે કે શુક્ર ગ્રહ સુખ, સમૃદ્ધિ અને ભૌતિક સુખ આપે છે. જો કુંડળીમાં શુભ હોય તો શુક્રની મહાદશા દરમિયાન વ્યક્તિ રાજાની જેમ સુખી અને સમૃદ્ધ જીવન જીવે છે. શુક્રની મહાદશા 20 વર્ષ સુધી રહે છે અને વ્યક્તિને ધનવાન બનાવે છે.
જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ખુબ જ શુભ ગ્રહ માનવામાં આવે છે કારણ કે માત્ર શુક્ર જ એવો ગ્રહ છે કે જે માણસને સંપત્તિ, પ્રેમ, આકર્ષણ અને ભૌતિક સુખ આપે છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર ઉચ્ચ સ્થાને હોય અથવા શુભ ગ્રહોવાળા શુભ ઘરમાં સ્થાન પામે તો આવા વ્યક્તિને હંમેશા ભાગ્યનો સાથ મળે છે. આવી વ્યક્તિ પોતાનું આખું જીવન સમૃદ્ધિ, વૈભવ અને સુખથી વિતાવે છે. શુક્રની મહાદશાના 20 વર્ષ એ વ્યક્તિના જીવનનો સુવર્ણકાળ છે.
નબળો શુક્ર પીડા અને દરિદ્રતા આપે
શુક્રની મહાદશાનું પરિણામ વ્યક્તિની કુંડળીમાં શુક્રની સ્થિતિ અનુસાર આવે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર નકારાત્મક રીતે સ્થાપિત હોય તો તે વ્યક્તિને વૈવાહિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેની અને તેની પત્ની વચ્ચે પ્રેમ નથી રહેતો. તેનું જીવન ગરીબી અને બેકારીમાં પસાર થાય છે. તેને ભૌતિક સુખ નથી મળતું. તે વંશીય રોગો, કિડની અને આંખ સંબંધિત રોગોથી પીડાય છે.
શુક્રની મહાદશામાં અંતર્દશા
એક એવી પણ વાત છે કે શુક્રની મહાદશા દરમિયાન શુક્ર, શનિ, રાહુ વગેરેની અંતર્દશા ચાલી રહી હોય તો તેના પરિણામો પણ અલગ-અલગ ફાયદો અપાવતા હોય છે. શુક્રની મહાદશા હેઠળ કેટલાક ગ્રહોની અંતર્દશા શુભ માનવામાં આવે છે જ્યારે કેટલાક ગ્રહો અશુભ પરિણામ પણ આપતા જોવા મળે છે. શુક્રની મહાદશા એવા લોકોને ઘણી પરેશાની આપે છે જેમની કુંડળીમાં શુક્ર કમજોર કે નબળો હોય, ત્યારે આવા કિસ્સામાં સમયસર ઉપાયો કરી લેવામાં જ ભલાઈ માનવામાં આવે છે.
શુક્રની મહાદશા માટેના ઉપાય
- સફેદ વસ્તુઓ જેમ કે દૂધ, કપૂર, સફેદ વસ્ત્ર, સફેદ મીઠાઈ, ચોખા વગેરેનું દાન કરો.
- દર શુક્રવારે શુક્રાય નમઃ 108 વાર જાપ કરો.
- શુક્રવારે છોકરીઓને ખીર ખવડાવો
- કીડીઓને લોટ અને ખાંડ ખવડાવો.
-દર શુક્રવારે વ્રત રાખો, દેવી લક્ષ્મીની પૂજા કરો, તેમને ખીર ચઢાવો.
Leave a Reply