શેર બજારમાં અનેક ફેરફારો થતાં રહે છે અને નેટવર્થમાં પણ વધારો ઘટાડો જોવા મળે છે. કેટલાક કરોડપતિઓ યાદીમાં આગળ પાછળ જતા રહે છે. ત્યારે આજે પણ કંઈક એવું જ જોવા મળ્યું છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. તેના કારણે રોકાણકારોને લગભગ 14 લાખ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું અને માર્કેટમાં હાહાકાર મચી ગયો હતો. ઘટાડાને કારણે માત્ર રોકાણકારો જ નહીં પરંતુ મોટી કંપનીઓના માલિકોની પણ સંપત્તિમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિઓમાં સ્થાન ધરાવતા અંબાણી અને અદાણી બન્નેનું ઢાંઢુ ભાંગી નાખ્યું હતું.
અદાણી ગ્રૂપ વિશે વાત કરીએ તો ગૃપના ચેરમેન ગૌતમ અદાણીને 66,000 કરોડથી વધુનું નુકસાન થયું છે અને તેઓ 100 અબજ ડોલરની ક્લબમાંથી બહાર છે, તો બીજી તરફ દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પણ રૂ. 36,000 કરોડનું નુકસાન થયું છે. અદાણી અને અંબાણી બન્નેને આ નુકસાન થતાં જ માર્કેટમાં પણ ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે.
100 બિલિયન ડૉલર ક્લબમાંથી અદાણી બહાર
બુધવારની જો વાત કરીએ તો શેરબજારમાં આવેલા ઘટાડાને કારણે વિશ્વના ટોચના અમીરોની યાદીમાં સામેલ દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીને ભારે નુકસાન થયું છે. ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં રૂ. 90,000 કરોડનો ઘટાડો થયો છે. ગૌતમ અદાણીની તમામ લિસ્ટેડ કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. શેરોમાં થયેલા આ ઘટાડાની સીધી અસર ગૌતમ અદાણીની નેટવર્થ પર જોવા મળી હતી, જે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર $8 બિલિયન એટલે કે લગભગ રૂ. 66,000 કરોડથી વધુ ઘટી ગઈ હતી.
અંબાણીની નેટવર્થ ઘણી ઘટી ગઈ
ફોર્બ્સ અનુસાર બુધવારે મુકેશ અંબાણીને $4.42 બિલિયન અથવા લગભગ 36,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રિલાયન્સનું બજાર મૂલ્ય ઘટીને રૂ. 19.39 લાખ કરોડ થયું છે. રિલાયન્સના શેરના પતનને કારણે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ઘટીને $112.5 બિલિયન થઈ ગઈ.
Leave a Reply