ભાજપની બીજી યાદીના 7 ઉમેદવારો
સીટ | ઉમેદવાર |
અમદાવાદ ઈસ્ટ | હસમુખ પટેલ |
છોટાઉદેપુર | જસુ રાઠવા |
ભાવનગર | નિમુબેન બાંભણીયા |
વડોદરા | રંજન ભટ્ટ |
વલસાડ | ધવલ પટેલ |
સાબરકાંઠા | ભીખાજી ઠાકોર |
સુરત | મુકેશ દલાલ |
કોંગ્રેસ બાદ ભારતીય જનતા પાર્ટીએ પણ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 72 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતમાંથી 7 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ પહેલા ભાજપે ગુજરાતની 15 સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.
બીજી યાદીમાં ભાજપે દાદરા નગર હવેલી 1, દિલ્હી 2, ગુજરાત 7, હરિયાણા 6, હિમાચલ પ્રદેશ 2, કર્ણાટક 20, મધ્ય પ્રદેશ 5, મહારાષ્ટ્ર 20, તેલંગાણા 6, ત્રિપુરા 1, ઉત્તરાખંડ 2 માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.
Leave a Reply