મોંઘવારીથી પરેશાન સામાન્ય માણસને રાહત મળી છે. ગઈકાલે ઉજ્જવલામાં રાહત બાદ હવે દરેક માટે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. એલપીજી સિલિન્ડર 100 રૂપિયા સસ્તું થયું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પીએમ મોદીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
સરકારના આ પગલાથી દેશભરના લાખો પરિવારોનો આર્થિક બોજ ઓછો થશે. મહિલા દિવસના અવસર પર પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે આજે અમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાની છૂટનો મોટો નિર્ણય લીધો છે. પીએમ ઉજ્જવલા યોજના પર ઉપલબ્ધ સબસિડી એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉજ્જવલા યોજના હેઠળ, એલપીજી સિલિન્ડર પર સબસિડી 31 માર્ચ 2025 સુધી ઉપલબ્ધ રહેશે.
Leave a Reply