ઓહ બાપ રે: અંબાણી પરિવાર સાથે ડાન્સ કરતી વખતે ફાટી ગયો રિહાન્નાનો ડ્રેસ, ભીડ એમની સામે જ જોતી રહી, પછી….

Home » News » ઓહ બાપ રે: અંબાણી પરિવાર સાથે ડાન્સ કરતી વખતે ફાટી ગયો રિહાન્નાનો ડ્રેસ, ભીડ એમની સામે જ જોતી રહી, પછી….
ઓહ બાપ રે: અંબાણી પરિવાર સાથે ડાન્સ કરતી વખતે ફાટી ગયો રિહાન્નાનો ડ્રેસ, ભીડ એમની સામે જ જોતી રહી, પછી….


અબજોપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા સંગીત ફંક્શનમાં પોપ સિંગર રિહાન્નાએ પોતાના પરફોર્મન્સથી સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. ગ્લોબલ મ્યુઝિક આઇકોન દ્વારા અદભૂત પરફોર્મન્સ આપવામાં આવતા જામનગર શહેરમાં રોમાંચક નજારો જોવા મળ્યો હતો.

ચમકતા ગુલાબી કેપ સાથે હળવા લીલા રંગના ડ્રેસમાં રિહાન્ના અદભૂત દેખાતી હતી. તે ઘણા નેકલેસ અને કાનની બુટ્ટીઓ સહિત ભારતીય ઝવેરાતથી શણગારેલી હતી. આ દરમિયાન અંબાણી પરિવારે સ્ટેડિયમમાં રિહાન્નાનું સ્વાગત કર્યું હતું. પરંતુ આ દરમિયાન રિહાન્ના સાથે એક અફસોસની ક્ષણ બની. તેનો ડ્રેસ ફાટેલો દેખાયો. તેણે નીતા અંબાણી અને પરિવારના બાકીના સભ્યો સાથે સ્ટેજ શેર કરતાની સાથે જ સ્ટેજ પર રિહાન્નાનો ડ્રેસ ફાટતો ફોટો વાયરલ થયો હતો.

આ રાત્રિની થીમ ‘એન ઇવનિંગ ઇન એવરલેન્ડ’ હતી અને ડ્રેસ કોડ હતો ‘એલિગન્ટ કોકટેલ’. રિહાન્ના જેવી જ જામનગર એરપોર્ટની બહાર આવી. તેણીને કોન્સર્ટ અને લગ્ન પહેલાની ઉજવણી વિશે પૂછવામાં આવ્યું હતું, જેના જવાબમાં તેણીએ કહ્યું, “તે શ્રેષ્ઠ હતું, ભારત પાછા આવવાની રાહ જોઈશ.” પૂછવામાં આવ્યું કે શું તેને અહીં રહેવું ગમ્યું, તેણે કહ્યું, “મને ખુબ જ ગમ્યું.” આ કાર્યક્રમમાં તેના ગીતોના વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

અગાઉ એવા અહેવાલ હતા કે રિહાન્નાને પરફોર્મ કરવા માટે મોટી રકમ આપવામાં આવી હતી. અંદાજે રૂ. 41.4 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ આઘાતજનક નથી કારણ કે અંબાણીએ અગાઉ બેયોન્સને 2018માં તેમની પુત્રી ઈશાના લગ્નમાં પરફોર્મ કરવા માટે US$6 મિલિયન ચૂકવ્યા હતા.

માહિતી માટે તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાની સગાઈ 19 જાન્યુઆરી 2023 ના રોજ મુંબઈમાં ગોળ ધાણા તરીકે ઓળખાતા પરંપરાગત ગુજરાતી સમારોહમાં થઈ હતી. બુધવારના રોજ ‘અન્ન સેવા’ સાથે પ્રી-વેડિંગ ફેસ્ટિવલની શરૂઆત થઈ હતી. જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ નજીક જોગવડ ગામમાં અંબાણી પરિવારના સભ્યોએ ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું. લગભગ 51,000 રહેવાસીઓને ભોજન પીરસવામાં આવશે, જે સ્થાનિક સમુદાયના આશીર્વાદ મેળવવા માટે આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published.