ગુજરાતના ખેડૂતો માટે આગામી 48 કલાક ભારે, ખેડૂતોની વરસાદ બાજી બગાડે તેવી સ્થિતિ…

Home » News » ગુજરાતના ખેડૂતો માટે આગામી 48 કલાક ભારે, ખેડૂતોની વરસાદ બાજી બગાડે તેવી સ્થિતિ…
ગુજરાતના ખેડૂતો માટે આગામી 48 કલાક ભારે, ખેડૂતોની વરસાદ બાજી બગાડે તેવી સ્થિતિ…


ગુજરાતના ખેડૂતો માટે આગામી 48 કલાક ચિંતાજનક છે. આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભારે પવનને કારણે ખેતરમાં ઉભો પાક વાંકી જવાની સંભાવના છે અને કેરીના પાકને પણ અસર થઈ છે. જેથી વરસાદ બાદ ઠંડી વધવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. શિવરાત્રિ આસપાસ ઠંડા પવનોની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 14 થી 20 માર્ચ દરમિયાન વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે.તેથી 21 માર્ચથી ગરમી વધી શકે છે.

માવઠાએ ખેડૂતોને ફટકો માર્યો છે. વધુ માર મારવાની પણ શક્યતા છે. કારણ કે હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 1 માર્ચથી 3 માર્ચ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણનો સમાવેશ થાય છે. તો સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, ગીરસોમનાથ, મોરબી અને કચ્છનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, મહિસાગર અને દાહોદમાં વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published.